Translate

Thursday, June 28, 2012

ડોસો અને સમોસો

એક   હતો  ડોસો ,
એને ખાવો હતો સમોસો ;
સમોસો મળ્યો નહી,
ડોસી એ આપ્યું દહીં ;
દહીં હતું કડવું ,
ડોસાને આવ્યું રડવું ;
દહીં મને ભાવે નહી ,
સમોસા વગર ચાલે નહી .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ખાવો હતો સમોસો ,
ને ડોસી લાવી ઢોસો ;
ડોસાને ઢોસો ભાવે નહી ,
ને ડોસી સમોસો લાવે નહી ,

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ડોસો હવે ખિજાયો ,
ડોસી ઉપર ચિડાયો ,
લાગી છે મને ભૂખ ,
જોઈએ મને સમોસા ખાવાનું સુખ;
ડોસાએ કરી આંખો લાલ ,
બોલ્યો જલ્દી મને સમોસા તું આલ ;
કામ બધા પછી તું કરજે ,
પેહલા તું સમોસા તળજે .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

સમોસા ન મળતા ડોસાએ આખરે કર્યો વિચાર ,
જેથી ખાવા મળે સમોસા વારંવાર ;
ડોસીને કીધું કે જો  સમોસા તું બનાવીશ ,
નવી સાડી તને અપાવીશ ;
ડોસીને ડોસાનો વિચાર ગમ્યો ,
પછીતો ડોસો પેટભરીને સમોસા જમ્યો.

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

-અલી અસગર દેવ્જાની 




  

No comments:

Post a Comment