Translate

Sunday, October 9, 2011

સૂર્ય ના બદલાતા રૂપ


બપોર ના સમયે જયારે માણસ પોતાના કાર્યો માટે નીકળ્યો હોય  છે. રસ્તામાં જતો હોય  ત્યારે માથા ઉપર જયારે સૂર્ય ના આગ-જરતા કિરણો માથે  પડે છેત્યારે   માણસ પેહલા સૂર્ય તરફ જુવે છે .પછી વિચારે છે, એજ સૂર્ય છે જેના પેહલા કિરણ નું સ્વાગત સવારે કુકડાઓ પોતાની બાંગ દ્વારા કરે છે. તથા લોકો ને તે  સુંદર દ્રશ્ય જોવા જગાડે છે. ઘણા લોગો દ્રશ્ય ને જોવા પોતાની ઊંઘને  સમય કરતા વેહલા પૂરી કરી નાખે છે   પણ  આજ કિરણો ને જોવા માટે , શું સૂર્ય છે ?

સૂર્ય કિરણો ને કારણે માનવી જયારે પરસેવે રેબ-જેબ થાય છે  ત્યારે ખીસામાંથી રૂમાલ કાઢી ને પરસેવો લુછે છે ત્યાર બાદ ફરી સૂર્ય ને જુવે છે અને  સવાલ કરે છે શું સૂર્ય છે જે સાંજ ના ઢળવાના સમયે ખુબ સુંદર લાગતો હોય છે તથા સમય દરેક  લોકો ખુબ સારી રીતે માણતાં અને આનંદ લેતા હો છે  પ્રેમીઓ અને દંપતીઓ માટે તો પ્રેમ કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે બાળકો ને સમયે રમવામાં ખુબ મજા આવે છે વૃધ્ધો સમયે  ટહેલવા  નીકળ્યા હોય છે  આટલું બધું વિચર્યા બાદ માનવી નો પ્રશ્ન એમ ને એમ રહે છે.

માણસ જયારે રસ્તા પર ચાલતો જતો હોઈ છે અને સૂર્ય ને સતત એના માથે જોઇને એને ફરી નવો પ્રશ્ન થાય છે . શું એજ  સૂર્ય છે ? જે વરસાદ ના દિવસો માં વાદળો સાથે સંતાકુકડી  રમતો હોય  છે . ઘણી વાર - દિવસો સુધી તો દર્શન પણ નથી આપતો . વળી વરસાદ સાથે મળીને  રંગો ના મિશ્રણ થી બનેલો મેઘધનુષ તૈયાર કરે છે . વરસાદ ના દિવસો માં તેના હોવા છતાં  તેની ગરમી કે તેની હાજરી નો જરા પણ એહસાસ નથી થતો .માણસ ને બધું વિચારી ને સૂર્ય ના માટે કેટલાય પ્રશ્નો થાય છે છતાં ઉત્તરો તો મળતા નથી
                                                                                           - અલી અસગર 

Monday, October 3, 2011

ખજાનાઓ જોયા


કુદરત   ના  અવનવા  દ્રશ્યો   જોયા ,
સરકારીતંત્ર   બનાવેલા રસ્તા જોયા.

બધાના હાસ્યના ફુવારા ની  વચ્ચે ,
કોઈની  આંખો માંથી  વેહતા અશ્રુ જોયા.

જ્યાં હોય ખાવા - પીવાં ના ફાંફા,
લોકો ને ત્યાં દેશી-દારૂ  પીંતા જોયા.

કોઈ જીવતા જાગતા માણસોના હાડપિંજર જોયા,
તો કોઈ એ  હૃષ્ઠ-પૃષ્ઠ  પ્રકારના દેડકા જોયા 

મનુષ્યો  ની  રચનાઓ તો ઘણી જોઈ હતી ,
કુદરત ના બનાવેલા ખજાનાઓ  જોયા .

જે લોકો  સાંભળે છે મનસ્વી સંગીત ને ,
તેમને કુદરતી સંગીત ધ્યાન સાંભળતા જોયા

પ્રસંશાઓ તમારી  લોકો કરતા હતા "અલી",
આજે તમને કુદરત ની પ્રસંશા  કરતા જોયા.
                                                    -અલી અસગર