Translate

Thursday, June 28, 2012

ડોસો અને સમોસો

એક   હતો  ડોસો ,
એને ખાવો હતો સમોસો ;
સમોસો મળ્યો નહી,
ડોસી એ આપ્યું દહીં ;
દહીં હતું કડવું ,
ડોસાને આવ્યું રડવું ;
દહીં મને ભાવે નહી ,
સમોસા વગર ચાલે નહી .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ખાવો હતો સમોસો ,
ને ડોસી લાવી ઢોસો ;
ડોસાને ઢોસો ભાવે નહી ,
ને ડોસી સમોસો લાવે નહી ,

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

ડોસો હવે ખિજાયો ,
ડોસી ઉપર ચિડાયો ,
લાગી છે મને ભૂખ ,
જોઈએ મને સમોસા ખાવાનું સુખ;
ડોસાએ કરી આંખો લાલ ,
બોલ્યો જલ્દી મને સમોસા તું આલ ;
કામ બધા પછી તું કરજે ,
પેહલા તું સમોસા તળજે .

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

સમોસા ન મળતા ડોસાએ આખરે કર્યો વિચાર ,
જેથી ખાવા મળે સમોસા વારંવાર ;
ડોસીને કીધું કે જો  સમોસા તું બનાવીશ ,
નવી સાડી તને અપાવીશ ;
ડોસીને ડોસાનો વિચાર ગમ્યો ,
પછીતો ડોસો પેટભરીને સમોસા જમ્યો.

એક   હતો  ડોસો ,એને ખાવો હતો સમોસો ;

-અલી અસગર દેવ્જાની 




  

Sunday, June 24, 2012

આપણું મલક

                                                            
અહીં  દરેક  ભાષા   છે  અલગ  ,
આજ  તો   છે   આપણું   મલક  .

કેટલાક  માટે  સ્વર્ગ   છે   અહીં  ,
છે  કેટલાક  માટે  અહીં   જ  નરક.

અહીં  કોણ સાચું  ને કોણ ખોટું ?
નથી  જાણવાનો  કોઈ ને   હરખ .

વારે - વારે  અહિં   તેહવાર  ઉજવાય છે ,
દેશી- વિદેશી દરેક  તેહવાર  મનાવાય છે .

આગતા - સ્વાગતા થી આપણું  મલક વખાણાય છે ,
કેટલાક  ખોટા   સિક્કા  થી   લોકો   અકળાય    છે .

વિવિધતામાં  એકતા  એ   આપણી  શક્તિ છે ,
જુદા - જુદા  ધર્મો  થકી એક  ઈશ્વરની  ભક્તિ છે .

છે બુદ્ધિજીવીઓ અહિં  , ને  છે અહિં જ  બુદ્ધિ ના લટ ,
અરે   આજ   તો     છે    આપણું      મલક .
છે   પ્રતિભાઓનો  ખજાનો   આપણા મલક માં ,
પણ કોને  છે અહિં  હીરાની  સાચી પરખ  ???

વિદેશથી  આવે  છે  પાછા  લોકો  કેહતા - કેહતા કે  ,
નથી  બીજે  કંઈ,   જેવું   છે   આપણું   મલક.

                                                                                  - Ali Asgar Devjani