Translate

Thursday, January 19, 2012

રસોડામાં લડાઈ


                રસોડામાં લડાઈ

એકવાર લડ્યા ચમચો અને ચમચી ,
જગડો વધ્યો અને  સ્થિતિ વણસી.

વધતા જતા જગડા સાથે વાસણો વધ્યા ,
સમાધાન કરાવા વડીલો વચ્ચે પડ્યા .      

પ્રથમ આગળ આવ્યા મોટી બહેન કડાઈ,
બહુ  થયું  હવે  બંધ  કરો    લડાઈ .

ચમચા અને  ચમચી કરી સામ-સામે દલીલો ,
શાંત કરાવા આગળ આવ્યો મોટો ભાઈ  તપેલો.

ગ્લાસે કરી ચમચા  તરફ લાલ આંખ ,
બોલ્યો, નક્કી આમાં ચમચા નો  હશે  વાંક.

ચમચી બોલી ચમચો નથી કરતો પ્રેમની વાતો ,
નથી  મને  કંઈ    ફરવા લઇ  જાતો .

ચમચો બોલ્યો આખો દિવસ કરું છુ  કામ,
ફક્ત  રાત્રે    મળે  છે  મને  આરામ 

વડીલો ને સમજમાં આવી ગયી બધી વાત ,
સમજાવી બંને ને કહ્યુંકરો એક બીજા ને  માફ .

બોલી છરી નાની વાત માં ભેગું કર્યું ગામ,
સમસ્યા થશે જો માણસ કરવા આવશે કામ.

વેલણ બોલ્યું ગોઠવાઈ જાઓ બધા સીધા ,
માણસ આવી રહ્યો છે હાથમાં લઇ પીઝા .
                                                 
                                                             - અલી અસગર