
છંદ, અછંદ, સ્વછંદ અને હું ;
બોલ પ્રિયે આમાંથી તને વધુ ગમે શું ?
રંગ, તરંગ, સતસંગ અને હું ,
બોલ પ્રિયે આમાંથી શેમાં ભળે તું ?
કથા, લઘુકથા, કાવ્ય અને હું ;
બોલ પ્રિયે આમાંથી શું વાંચે તું ?
ગીત, સંગીત, પ્રભુવાણી અને હું ,
બોલ પ્રિયે આમાંથી શું સાંભળે તું ?
રાજા, મહારાજા, સુલતાન અને હું ,
બોલ પ્રિયે આમાંથી કોને પરણે તું ?
- અલી અસગર દેવજાણી
#poem #Poetry #GujaratiPoems