Translate

Sunday, October 9, 2011

સૂર્ય ના બદલાતા રૂપ


બપોર ના સમયે જયારે માણસ પોતાના કાર્યો માટે નીકળ્યો હોય  છે. રસ્તામાં જતો હોય  ત્યારે માથા ઉપર જયારે સૂર્ય ના આગ-જરતા કિરણો માથે  પડે છે. ત્યારે  એ માણસ પેહલા સૂર્ય તરફ જુવે છે .પછી વિચારે છે, આ એજ સૂર્ય છે જેના પેહલા કિરણ નું સ્વાગત સવારે કુકડાઓ પોતાની બાંગ દ્વારા કરે છે. તથા લોકો ને તે એ સુંદર દ્રશ્ય જોવા જગાડે છે. ઘણા લોગો એ દ્રશ્ય ને જોવા પોતાની ઊંઘને  સમય કરતા વેહલા પૂરી કરી નાખે છે  એ પણ  આજ કિરણો ને જોવા માટે , શું આ એ જ સૂર્ય છે ?

આ સૂર્ય કિરણો ને કારણે માનવી જયારે પરસેવે રેબ-જેબ થાય છે  ત્યારે ખીસામાંથી રૂમાલ કાઢી ને પરસેવો લુછે છે ત્યાર બાદ ફરી સૂર્ય ને જુવે છે અને  સવાલ કરે છે શું આ એ જ સૂર્ય છે જે સાંજ ના ઢળવાના સમયે ખુબ જ સુંદર લાગતો હોય છે તથા આ સમય દરેક  લોકો ખુબ સારી રીતે માણતાં અને આનંદ લેતા હોય છે  પ્રેમીઓ અને દંપતીઓ માટે તો આ પ્રેમ કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે બાળકો ને આ સમયે રમવામાં ખુબ જ મજા આવે છે વૃધ્ધો આ સમયે  ટહેલવા  નીકળ્યા હોય છે  આટલું બધું વિચર્યા બાદ માનવી નો પ્રશ્ન એમ ને એમ જ રહે છે.

માણસ જયારે રસ્તા પર ચાલતો જતો હોઈ છે અને સૂર્ય ને સતત એના માથે જોઇને એને ફરી નવો પ્રશ્ન થાય છે . શું આ એજ  સૂર્ય છે ? જે વરસાદ ના દિવસો માં વાદળો સાથે સંતાકુકડી  રમતો હોય  છે . ઘણી વાર ૨-૪ દિવસો સુધી તો દર્શન પણ નથી આપતો . વળી વરસાદ સાથે મળીને  રંગો ના મિશ્રણ થી બનેલો મેઘધનુષ તૈયાર કરે છે . વરસાદ ના દિવસો માં તેના હોવા છતાં  તેની ગરમી કે તેની હાજરી નો જરા પણ એહસાસ નથી થતો .માણસ ને આ બધું વિચારી ને સૂર્ય ના માટે કેટલાય પ્રશ્નો થાય છે છતાં ઉત્તરો તો મળતા જ નથી. 
                                                                                           - અલી અસગર 

Monday, October 3, 2011

ખજાનાઓ જોયા


કુદરત   ના  અવનવા  દ્રશ્યો   જોયા ,
સરકારીતંત્ર  એ બનાવેલા રસ્તા જોયા.

બધાના હાસ્યના ફુવારા ની  વચ્ચે ,
કોઈની  આંખો માંથી  વેહતા અશ્રુ જોયા.

જ્યાં હોય ખાવા - પીવાં ના ફાંફા,
લોકો ને ત્યાં દેશી-દારૂ  પીંતા જોયા.

કોઈ એ જીવતા જાગતા માણસોના હાડપિંજર જોયા,
તો કોઈ એ  હૃષ્ઠ-પૃષ્ઠ  પ્રકારના દેડકા જોયા 

મનુષ્યો  ની  રચનાઓ તો ઘણી જોઈ હતી ,
કુદરત ના બનાવેલા ખજાનાઓ  જોયા .

જે લોકો  સાંભળે છે મનસ્વી સંગીત ને ,
તેમને કુદરતી સંગીત ધ્યાન સાંભળતા જોયા. 

પ્રસંશાઓ તમારી  લોકો કરતા હતા "અલી",
આજે તમને કુદરત ની પ્રસંશા  કરતા જોયા.
                                                    -અલી અસગર  



Sunday, September 25, 2011

MULAKAAT HO GAI


CHALTE CHALTE UNSE MULAKAAT HO GAI,
NA JAANTE HUVE BHI KAAFI BAAT HO GAI;
NA JAANE KYA JAADU HUVA UNKI BAATON KA,
KUCH HI PALON ME VO MERI QAAYENAAT HO GAI.

NA  GAYE  THE  BAZAAR  KABHI  LENE  KO  SABZI ,
AUR UNSE CHAND - TAAREN LAANE KI BAAT HO GAI;
KABHI  NA KI THI KISI SE ITNI DER TAK BAAT ,
PATA  NA CHALA KAB SUBAH SE RAAT HO GAI.

UNKA DIL BHI HE MERI MOHABBAT SE BHARA,
TUM ROZ MILA KARO YE KHWAHIS JO HO GAI;
MUJE MOHABBAT KI TAAKAAT KA TAB PATA CHALA,
JAB   HUM   DO  JISM   EK   JAAN  HO  GAI.

THI   ZINDAGI   EK   SUMSAAN   SI   SAADAK,
CHAHAL - PAHAL  UNKI  AB  AAM  HO  GAI;
PATA  NAHI  AGLA  JANAM  MILE  YA NA MILE,
SHUKRA HAI ISI JANAM ME VO MERE SAATH HO GAI.

"ALI" BANVALON  TAJ-MAHAL UNKI MOHABBAT ME,
  AB  TO  VO  TUMHARI  MUMTAJ  JO  HO  GAI;
UNHON NE UGAYE MOHABBAT KE ITNE SAARE PHOOL,
ZINDAGI   MERI   SAARI   BAAG   BAAG   HO  GAI.

                                                -ALI ASGAR DEVJANI
                                                    29.08.2011