બપોર ના સમયે જયારે માણસ પોતાના કાર્યો માટે નીકળ્યો હોય છે. રસ્તામાં જતો હોય ત્યારે માથા ઉપર જયારે સૂર્ય ના આગ-જરતા કિરણો માથે પડે છે. ત્યારે એ માણસ પેહલા સૂર્ય તરફ જુવે છે .પછી વિચારે છે, આ એજ સૂર્ય છે જેના પેહલા કિરણ નું સ્વાગત સવારે કુકડાઓ પોતાની બાંગ દ્વારા કરે છે. તથા લોકો ને તે એ સુંદર દ્રશ્ય જોવા જગાડે છે. ઘણા લોગો એ દ્રશ્ય ને જોવા પોતાની ઊંઘને સમય કરતા વેહલા પૂરી કરી નાખે છે એ પણ આજ કિરણો ને જોવા માટે , શું આ એ જ સૂર્ય છે ?
આ સૂર્ય કિરણો ને કારણે માનવી જયારે પરસેવે રેબ-જેબ થાય છે ત્યારે ખીસામાંથી રૂમાલ કાઢી ને પરસેવો લુછે છે ત્યાર બાદ ફરી સૂર્ય ને જુવે છે અને સવાલ કરે છે શું આ એ જ સૂર્ય છે જે સાંજ ના ઢળવાના સમયે ખુબ જ સુંદર લાગતો હોય છે તથા આ સમય દરેક લોકો ખુબ સારી રીતે માણતાં અને આનંદ લેતા હોય છે પ્રેમીઓ અને દંપતીઓ માટે તો આ પ્રેમ કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે બાળકો ને આ સમયે રમવામાં ખુબ જ મજા આવે છે વૃધ્ધો આ સમયે ટહેલવા નીકળ્યા હોય છે આટલું બધું વિચર્યા બાદ માનવી નો પ્રશ્ન એમ ને એમ જ રહે છે.
માણસ જયારે રસ્તા પર ચાલતો જતો હોઈ છે અને સૂર્ય ને સતત એના માથે જોઇને એને ફરી નવો પ્રશ્ન થાય છે . શું આ એજ સૂર્ય છે ? જે વરસાદ ના દિવસો માં વાદળો સાથે સંતાકુકડી રમતો હોય છે . ઘણી વાર ૨-૪ દિવસો સુધી તો દર્શન પણ નથી આપતો . વળી વરસાદ સાથે મળીને રંગો ના મિશ્રણ થી બનેલો મેઘધનુષ તૈયાર કરે છે . વરસાદ ના દિવસો માં તેના હોવા છતાં તેની ગરમી કે તેની હાજરી નો જરા પણ એહસાસ નથી થતો .માણસ ને આ બધું વિચારી ને સૂર્ય ના માટે કેટલાય પ્રશ્નો થાય છે છતાં ઉત્તરો તો મળતા જ નથી.
- અલી અસગર
No comments:
Post a Comment