કુદરત ના અવનવા દ્રશ્યો જોયા ,
સરકારીતંત્ર એ બનાવેલા રસ્તા જોયા.
બધાના હાસ્યના ફુવારા ની વચ્ચે ,
કોઈની આંખો માંથી વેહતા અશ્રુ જોયા.
જ્યાં હોય ખાવા - પીવાં ના ફાંફા,
લોકો ને ત્યાં દેશી-દારૂ પીંતા જોયા.
કોઈ એ જીવતા જાગતા માણસોના હાડપિંજર જોયા,
તો કોઈ એ હૃષ્ઠ-પૃષ્ઠ પ્રકારના દેડકા જોયા
મનુષ્યો ની રચનાઓ તો ઘણી જોઈ હતી ,
કુદરત ના બનાવેલા ખજાનાઓ જોયા .
જે લોકો સાંભળે છે મનસ્વી સંગીત ને ,
તેમને કુદરતી સંગીત ધ્યાન સાંભળતા જોયા.
પ્રસંશાઓ તમારી લોકો કરતા હતા "અલી",
આજે તમને કુદરત ની પ્રસંશા કરતા જોયા.
-અલી અસગર
No comments:
Post a Comment