Translate

Monday, October 3, 2011

ખજાનાઓ જોયા


કુદરત   ના  અવનવા  દ્રશ્યો   જોયા ,
સરકારીતંત્ર  એ બનાવેલા રસ્તા જોયા.

બધાના હાસ્યના ફુવારા ની  વચ્ચે ,
કોઈની  આંખો માંથી  વેહતા અશ્રુ જોયા.

જ્યાં હોય ખાવા - પીવાં ના ફાંફા,
લોકો ને ત્યાં દેશી-દારૂ  પીંતા જોયા.

કોઈ એ જીવતા જાગતા માણસોના હાડપિંજર જોયા,
તો કોઈ એ  હૃષ્ઠ-પૃષ્ઠ  પ્રકારના દેડકા જોયા 

મનુષ્યો  ની  રચનાઓ તો ઘણી જોઈ હતી ,
કુદરત ના બનાવેલા ખજાનાઓ  જોયા .

જે લોકો  સાંભળે છે મનસ્વી સંગીત ને ,
તેમને કુદરતી સંગીત ધ્યાન સાંભળતા જોયા. 

પ્રસંશાઓ તમારી  લોકો કરતા હતા "અલી",
આજે તમને કુદરત ની પ્રસંશા  કરતા જોયા.
                                                    -અલી અસગર  



Sunday, September 25, 2011

MULAKAAT HO GAI


CHALTE CHALTE UNSE MULAKAAT HO GAI,
NA JAANTE HUVE BHI KAAFI BAAT HO GAI;
NA JAANE KYA JAADU HUVA UNKI BAATON KA,
KUCH HI PALON ME VO MERI QAAYENAAT HO GAI.

NA  GAYE  THE  BAZAAR  KABHI  LENE  KO  SABZI ,
AUR UNSE CHAND - TAAREN LAANE KI BAAT HO GAI;
KABHI  NA KI THI KISI SE ITNI DER TAK BAAT ,
PATA  NA CHALA KAB SUBAH SE RAAT HO GAI.

UNKA DIL BHI HE MERI MOHABBAT SE BHARA,
TUM ROZ MILA KARO YE KHWAHIS JO HO GAI;
MUJE MOHABBAT KI TAAKAAT KA TAB PATA CHALA,
JAB   HUM   DO  JISM   EK   JAAN  HO  GAI.

THI   ZINDAGI   EK   SUMSAAN   SI   SAADAK,
CHAHAL - PAHAL  UNKI  AB  AAM  HO  GAI;
PATA  NAHI  AGLA  JANAM  MILE  YA NA MILE,
SHUKRA HAI ISI JANAM ME VO MERE SAATH HO GAI.

"ALI" BANVALON  TAJ-MAHAL UNKI MOHABBAT ME,
  AB  TO  VO  TUMHARI  MUMTAJ  JO  HO  GAI;
UNHON NE UGAYE MOHABBAT KE ITNE SAARE PHOOL,
ZINDAGI   MERI   SAARI   BAAG   BAAG   HO  GAI.

                                                -ALI ASGAR DEVJANI
                                                    29.08.2011

ખપે(જોઈએ)


જો કરવી જ  હોઈ  સરકારી નોકરી ,
તો  પછી  નાનું   પદ   શા   માટે ?
હમને તો મોટા સાહેબ નું પદ જ ખપે.

                           જો   મરવાનું   જ   હોઈ   બધાયે,
તો મુર્ત્યું ના સમયે યમરાજ શું કામ?
મને તો ફક્ત મારા ભગવાન જ ખપે.

આજ નો નેતા જાણે મનમાં કેહતો હોઈ,
જો કોભાંડ કરવું જ હોઈ ,
તો પછી નાનું અમથું શું કામ?
હમને તો મસ મોટું કોભાંડ જ ખપે.

જો રુપયા ખર્ચવાના જ હોઈ જમીન માટે,
તો પછી ધરતી ઉપર શું કામ ?
હમને તો ચંદ્ર પર જ જમીન ખપે.

જો કરવાના હોઈ પોતાની  મરજી  થી લગન,
તો  પછી  એક - બે  ગુણવાળી  શું  કામ ?
અમને  તો  બધા  ગુણવાળી  જ  ખપે .

 જો મળતું હોઈ સ્વપ્ના માં બધું  જ ,
તો ફક્ત આટલી અમસ્તી ધરતી જ શું કામ?,
મારે  તો   સમગ્ર  બ્રહ્માંડ  જ  ખપે.

જુવો  આજ નો  બાળકળાકાર ,
જો  અવાર્ડ આપવો જ  હોઈ તો ,
બાળ  અવાર્ડ   શા    માટે  ???
મને  તો  શ્રેષ્ઠ  કલાકાર  નો જ  અવાર્ડ  ખપે.

"અલી"   જો તારે લખવી  જ  હોઈ કવિતાઓ ,
તો   ફક્ત    કલ્પનાઓ  જ  શું      કામ    ?
અમને તો  કવિતાઓ માં  સત્ય   જ  ખપે.

                                                                   - અલી  અસગર 
                                                                    09/10/2011