જો કરવી જ હોઈ સરકારી નોકરી ,
તો પછી નાનું પદ શા માટે ?
હમને તો મોટા સાહેબ નું પદ જ ખપે.
જો મરવાનું જ હોઈ બધાયે,
તો મુર્ત્યું ના સમયે યમરાજ શું કામ?
મને તો ફક્ત મારા ભગવાન જ ખપે.
આજ નો નેતા જાણે મનમાં કેહતો હોઈ,
જો કોભાંડ કરવું જ હોઈ ,
તો પછી નાનું અમથું શું કામ?
હમને તો મસ મોટું કોભાંડ જ ખપે.
જો રુપયા ખર્ચવાના જ હોઈ જમીન માટે,
તો પછી ધરતી ઉપર શું કામ ?
હમને તો ચંદ્ર પર જ જમીન ખપે.
જો કરવાના હોઈ પોતાની મરજી થી લગન,
તો પછી એક - બે ગુણવાળી શું કામ ?
અમને તો બધા ગુણવાળી જ ખપે .
તો ફક્ત આટલી અમસ્તી ધરતી જ શું કામ?,
મારે તો સમગ્ર બ્રહ્માંડ જ ખપે.
જુવો આજ નો બાળકળાકાર ,
જો અવાર્ડ આપવો જ હોઈ તો ,
બાળ અવાર્ડ શા માટે ???
મને તો શ્રેષ્ઠ કલાકાર નો જ અવાર્ડ ખપે.
"અલી" જો તારે લખવી જ હોઈ કવિતાઓ ,
તો ફક્ત કલ્પનાઓ જ શું કામ ?
અમને તો કવિતાઓ માં સત્ય જ ખપે.
- અલી અસગર
09/10/2011
No comments:
Post a Comment