જો ઉનાળા તારી ઋતુનું સ્વાગત કેવું થાય છે ,
શહેર આખુ રખડતો માનવી ઘરમાં પુરાય છે .
ચાર વાગ્યાની ચા ની ચુસ્કીયોની જગ્યા ,
ઠંડાપીણા અને જ્યુસ વડે છીનવાય છે .
વૃક્ષોને જડમૂળ માંથી કાપનાર પોતે ,
છાયાની શોધમાં ફરતો દેખાય છે .જો ઉનાળા તારી ...
થાય ફળો ના રાજા સર્વે સમ્માનીત ,
બસ આપનો જ તિરસ્કાર થાય છે .
જીવતો જાગતો આ માનવી ,
મમી બની બહાર જાય છે .
ક્રોધિત થઈને પોતે ઉકળે ,
ને દોષ તારા પર ઠલવાય છે .જો ઉનાળા તારી ...
જેમ કદમ તારો પડે એના વતનમાં ,
ભલે પધાર્યા કહી બીજે ઉપડી જાય છે .
તારી બપોરની કઠોરતા અનુભવીને ,
બાળકોને નિબંધ સ્વરૂપે પ્રશ્ન પુછાય છે
"અલી" જણાવે છે હાલ તારા સ્વાગતનું ,
તને કેટલું દેખાય છે ? કેટલું તને આ સંભળાય છે ? જો ઉનાળા તારી ...
- અલી અસગર દેવજાણી
No comments:
Post a Comment