સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
મસાલેદાર ખબરોથી ભરેલી થાળીનો રણકાર સાંભળતો બેઠો છું
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
ક્રાંતિથી વેપાર સુધીના મુસાફરીનું સાધન પકડીને બેઠો છું
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
બોલતી- નબોલતી તસ્વીરો સાથે શબ્દસાર વાંચતો બેઠો છું
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
નકારાત્મકતાના માર્ગે ભૂલા પડેલા માર્ગદર્શકનો હાથ પકડીને બેઠો છું
સવારની પહોરમાં અખબાર લઈને બેઠો છું.
-અલી અસગર દેવજાની
just likes it :)
ReplyDelete