Translate

Sunday, March 31, 2013

જીતવું હોઈ તો લડવું પડે

એક એકલો કેવી રીતે લડે ?
સાથે થઈએ તો કોઈ ના નડે ... (2)

અજવાળા માટે દીવો પ્રગટાવવો પડે 
લડવું હોઈ તો જોડાવવું પડે  ..... (2)

કંઇક પામવા 
કંઇક ખોવું  પડે 
ન્યાય જોઈએ 
તો બોલવું પડે 

જીતવું હોઈ તો લડવું પડે (2)
લડવું પડે ,  લડવું પડે ,લડવું પડે .......

- અલી  અસગર દેવજાની 
{nimcj બેચ -4 ના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાયેલ શેરી નાટક " જીતવું હોઈ તો લડવું પડે" માટે લખાયેલ ગીત }

Wednesday, March 27, 2013

અખબાર લઈને બેઠો છું.

સમાજથી જીતેલા ગુનાહોની વણઝાર લઈને બેઠો છું ,
સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

મસાલેદાર ખબરોથી ભરેલી થાળીનો રણકાર સાંભળતો બેઠો છું 
સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

ક્રાંતિથી વેપાર સુધીના મુસાફરીનું સાધન પકડીને બેઠો છું  
સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

બોલતી- નબોલતી તસ્વીરો સાથે શબ્દસાર વાંચતો  બેઠો છું 
સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

નકારાત્મકતાના માર્ગે ભૂલા પડેલા માર્ગદર્શકનો હાથ પકડીને બેઠો છું 
સવારની  પહોરમાં  અખબાર  લઈને  બેઠો  છું.

-અલી અસગર દેવજાની