રસોડામાં લડાઈ
એકવાર લડ્યા ચમચો અને ચમચી ,
જગડો વધ્યો અને
સ્થિતિ વણસી.
વધતા જતા જગડા સાથે વાસણો વધ્યા ,
સમાધાન કરાવા વડીલો વચ્ચે પડ્યા .
પ્રથમ આગળ આવ્યા મોટી બહેન કડાઈ,
બહુ થયું હવે બંધ કરો આ લડાઈ .
ચમચા અને ચમચી એ કરી સામ-સામે દલીલો ,
શાંત કરાવા આગળ આવ્યો મોટો ભાઈ તપેલો.
ગ્લાસે કરી ચમચા તરફ લાલ આંખ ,
બોલ્યો, નક્કી આમાં ચમચા નો હશે વાંક.
ચમચી બોલી ચમચો નથી કરતો પ્રેમની વાતો ,
નથી મને કંઈ એ ફરવા લઇ જાતો .
ચમચો બોલ્યો આખો દિવસ કરું છુ કામ,
ફક્ત રાત્રે જ મળે છે મને આરામ
વડીલો ને સમજમાં આવી ગયી બધી વાત ,
સમજાવી બંને ને કહ્યું, કરો એક બીજા ને માફ .
બોલી છરી નાની વાત માં ભેગું કર્યું ગામ,
સમસ્યા થશે જો માણસ કરવા આવશે કામ.
વેલણ બોલ્યું ગોઠવાઈ જાઓ બધા સીધા ,
માણસ આવી રહ્યો છે હાથમાં લઇ પીઝા .
No comments:
Post a Comment