Translate

Wednesday, July 20, 2011

ઉતાવળ કેમ છે


આ  માણસ   કેમ   આટલો   ભાગે   છે ?
પૈસા   જ   દરેક   વખતે  તે   ચાહે   છે
પૈસા    થી  જ   એને    પ્રેમ    છે
અરે માણસ તને આટલી ઉતાવળ કેમ છે?

કહે   છે   પેટ   નો   ખાડો    પુરવો    છે,
એટલે   તો   પૈસા   થી    આટલો   પ્રેમ   છે;
ઈચ્છાઓ   ની   ટ્રૈન   છે   હજુ    ઉભી,
છતાય એને પકડવા ની આટલી ઉતાવળ કેમ છે?

પ્રેમી   સાથે   કલાકો   સુધી  વાતો  થાય  છે,
એમની   સાથે   મિલો   મિલ   ચલાય    છે
જયારે સમય આવે ઈશ્વર સાથે મુલાકાત નો,
એમાંથી  જલ્દી  છટકવાની  ઉતાવળ  કેમ છે?

આ   માટી   માંથી   બનેલો   માણસ,
માટી   મા  જ   પાછો   જવાનો   છે;
જયારે    મારવાનું   છે   ૧૦૦%   બધાને,
તો  પછી અમુક ને આટલી ઉતાવળ કેમ છે?

"અલી"    આ   તો  કેવો   સમય   છે,
દરેક  માણસ  દુનિયાનો  મેહમાન હોય છે;
જયારે  આવે  છે  કોઈ  મેહમાન  તેના  ઘરે,
તો તેને પાછો ભગાડવાની ઉતાવળ કેમ છે?

                                                                          - અલી અસગર

No comments:

Post a Comment