આતો અમદાવાદ છે
જ્યાં કૂતરાઓનો ત્રાસ છે
જૂની ગલિયો અને વાસ છે
ત્રાફિક તો સૌથી બકવાસ છે
..........આતો અમદાવાદ છે
ગરમી નો પારો ચાલીસ પચાસ છે
બપોરે લસ્સી અને છાસ છે
બિલ્ડરો ને ત્યાં આઈ.ટી ની તપાસ છે
એ . એમ . સી ના કાનો માં ભરેલું કપાસ છે
........આતો અમદાવાદ છે
સારા નેતા ની તપાસ છે
નામ નો અહી વિકાસ છે
ખાવા અને ફરવાનો શોખ જક્કાસ છે
આ બધું તો અમારા માટે ખાસ છે
..................આતો અમદાવાદ છે
વી . આઈ . પી . ગરીબો નો અહી નિવાસ છે
pollution થી ભરેલા સ્વાસ છે
મેટ્રો ટ્રૈન ની બધાને આસ છે
એ .એમ . ટી . એસ . થી બધા નારાજ છે
.....................આતો અમદાવાદ છે
"અલી" આ તારો સાદ છે
બાર દરવાજાઓ ખાસ છે
સંભાળ માં તેની ઢીલાસ છે
સાચવો ઈતિહાસ એવી હમારી દરખ્વાસ છે
.....................આતો અમદાવાદ છે
- અલી અસગર
No comments:
Post a Comment