Translate

Friday, September 16, 2016

બે વસ્તુઓ












પથ્થર ઉછાળ્યો,
પડી બે વસ્તુઓ;
એક સજીવ એક નિર્જીવ

આગ લગાડી,
બળી બે વસ્તુઓ;
એક સજીવ એક નિર્જીવ

વહાણ ડુબ્યું,
તરી બે વસ્તુઓ;
એક સજીવ એક નિર્જીવ

પુસ્તક લખ્યું,
ઘડાઈ બે વસ્તુઓ;
એક સજીવ એક નિર્જીવ

ઘડિયાળનો કાંટો ફર્યો,
બદલાઈ બે વસ્તુઓ;
અને તે બન્ને સજીવ

- અલી અસગર એમ. દેવજાણી

#poem #Poetry #GujaratiPoems #ગુજરાતીકવિતા #સજીવ-નિર્જીવ #કવિતા

1 comment: