આ છે મારી આત્મકથા , હું એક ખીલી છુ ;
ઘણા હથોડા નો માર હું જીલી છું,
જન્મથી જ મને ટીપાય છે,
પીડા મને ઘણી આના લીધે થાય છે;
પણ શું કરું આ પીડા થી જ તો ,
માનવજાતને ફાયદો થાય છે .
હવે હું મારી આત્મકથા કહું છું,
હું એક સામાન્ય ટેબલ છું ;
ક્ષમતા મુજબ નો ભાર ઊંચકી શકું છુ,
મારા પર પુસ્તકો , કોમ્પુટર કે અન્ય વસ્તુ મુકાય છે,
ઘણીવાર ક્ષમતા કરતા વધુ ભાર મારા પર થોપાય છે;
વધુ પડતા ભારથી મારો જીવ નીકળી જાય છે,
પણ કરું શું ??? છેવટે તો ,
આ માનવજાત નો ફાયદો થાય છે.
હવે હું કહીશ મારી આત્મકથા ,
હું એ છુ જેમાં તમે બીજા ની આત્મકથા વાંચો છો;
હાં , હું એક પુસ્તક છુ,
લેખકે મને ઘણી મેહનત વડે લખ્યો છે ,
પોતાના અનુભવો અને કલ્પનાઓને નીચોડ્યો છે;
જ્યાં સુધી એણે મારાથી નામના મેળવી હતી ,
ઘણા પ્રેમથી મને એણે કેળવી હતી ;
હવે આ જ પુસ્તક ખૂણા પડ્યા રહી ધૂળ ખાય છે ,
પણ છેવટે તો આ માનવજાતને જ ફાયદો થાય છે.
મારે પણ કેહવી છે મારી આત્મકથા ,
હું તમને લાભ આપનાર વૃક્ષ(ઝાડ) છે;
ફળ ,શાકભાજી અને ઓક્સીઝન વાયુ આપું છુ,
ગરમી માં તમને છાયો આપું છુ,
વરસાદ લાવવામાં તમને મદદ કરું છુ;
આમ છતાં વિકાસના નામે મને કપાય છે,
કારાણ કે આનાથી જ તો માનવજાત નો ફાયદો થાય છે.
- અલી અસગર
No comments:
Post a Comment