અહીં દરેક ભાષા છે અલગ ,
આજ તો છે આપણું મલક .
કેટલાક માટે સ્વર્ગ છે અહીં ,
છે કેટલાક માટે અહીં જ નરક.
અહીં કોણ સાચું ને કોણ ખોટું ?
નથી જાણવાનો કોઈ ને હરખ .
વારે - વારે અહિં તેહવાર ઉજવાય છે ,
દેશી- વિદેશી દરેક તેહવાર મનાવાય છે .
આગતા - સ્વાગતા થી આપણું મલક વખાણાય છે ,
કેટલાક ખોટા સિક્કા થી લોકો અકળાય છે .
વિવિધતામાં એકતા એ આપણી શક્તિ છે ,
જુદા - જુદા ધર્મો થકી એક ઈશ્વરની ભક્તિ છે .
છે બુદ્ધિજીવીઓ અહિં , ને છે અહિં જ બુદ્ધિ ના લટ ,
અરે આજ તો છે આપણું મલક .
છે પ્રતિભાઓનો ખજાનો આપણા મલક માં ,
પણ કોને છે અહિં હીરાની સાચી પરખ ???
વિદેશથી આવે છે પાછા લોકો કેહતા - કેહતા કે ,
નથી બીજે કંઈ, જેવું છે આપણું મલક.
- Ali Asgar Devjani
- Ali Asgar Devjani
No comments:
Post a Comment