માણસ માત્ર ભૂલ ને પાત્ર ,
અને જાનવર શું સઝા ને પાત્ર?.
માણસ ભૂલ કરે તો માફ ,
જાનવર ભૂલ કરે તો હાથ સાફ.
માણસ કરતો રહે આરામ,
અને જાનવર ની ઊંઘ રહે હરામ.
માણસ ફરતો રહે ગામો - ગામ ,
અને જાનવર કરતો રહે કામ.
આ તો કેવો માણસ છે ,
જેને કામ કરવાની આટલી આળસ છે.
આમ તો આમ ઘુથ્લીયો કે દામ,
ઇન્સાન કરે આરામ ઔર જાનવર કરે કામ.
-અલીઅસગર